તમારા કાજ…

વો કે અહીં ધરી છે ફૂલછાબ નયનની તમારા કાજ,
તાર હૃદયના છેડયા અમે કાપી તર્જની તમારા કાજ,
મહેકે છે પુષ્પો ને કોયલ પણ કરે કલશોર,
થંભી ગયો વાયરો પણ મળવા આજે તમારા કાજ,
એ જ છે તાપી કાંઠે હરિયાળી, બન્યા ખેતરો લીલાછમ,
આવો આ કાંઠે હવે, કે બની છે ભાગીદાર કૂદરત પણ પ્રેમની તમારા કાજ,
દેખી દૂરથી થતું મિલન આ ધરતી અંબરનું આજ,
આવી ગઈ મને યાદ એ વાતની સૌગાત આજ,
કરી વાયદો વિખૂટા થયા તમે આૃધવચમાં,
લૂંટાવી દીધું જીવન ‘રાહી’ છતાં અમે તમારા કાજ,
ઝૂમે છે વૃક્ષો પણ પવનમાં પ્યારમાં આજ,
પાંદડે પાંદડે જાણે ખિલ્યા છે તારલા તમારા કાજ,
સરીતા પણ કહેતી હોય, અવિરત પ્રેમ કરવા મને,
વમળો પણ બન્યા છે પાગલ તમારા કાજ.
રાકેશ એચ. વાઘેલા ‘રાહી’