દુલ્હન

લજ્જાના ભારથી ઢળેલા તારા નયનો,
શ્યામ કેશમાં લગાવેલા સુગંિધત જૂઈના ફૂલો.
કંપતા આૃધરોનું તારુ રહસ્યમય સ્મિત,
ધક-ધકનું કર્ણ-પ્રિય સંગીત સંભળાવતુ તારુ નાજુક દિલ.
ઉષાની લાલિમા સાથે હરીફાઈ કરતી તારા ગાલોની લાલી,
આ દુલ્હન સર્વમાં લાગે છે અનોખી અને નિરાલી.
તારા ઝાંઝરનો ઝણકાર અને બંગડીઓનો રણકાર,
સમય નથી તારા પાસે સાંભળે જો તુ સહેલીની મીઠી ફરિયાદ.
ભરાઈ રહે પાલવ તારો દુનિયાની ધન-દૌલતથી,
બચાવે તને હમેશાં ઈશ્વર દુનિયાની બુરી નજરથી.
મહેકતો રહે તારો સંસાર જીવનના અંતિમ શ્વાસ સુધી,
પરાજિત થઈ પાછો ફરે દુઃખનો અંધકાર આવી તારા સુખના દ્વાર સુધી.
ન આવે તારી આંખોમાં આંસૂ લાચારીના,
હમેશાં મહેકતા રહે તારા જીવનમાં પુષ્પો ખુશ-હાલીના.
દુઃઆ દિલથી કરુ છુ હું સુખી થા જા ખુદા-હાફિઝ,
દુઃખી ન થા જોઈ હમારા આંસૂ, સુખી થા જા ખુદા-હાફિઝ.
ફિઝ્ઝા એમ. આરસીવાલા
(મુંબઈ)