હશે જો સાચો પ્રેમ

નથી લાવવી શબ્દોમાં આપણે કશિશ,
હશે જો સાચો પ્રેમ, તો સફળ કરવા હું ‘ય મથીશ ….

નથી આપ્યો જાકારો ક્યારે’ય દિલમાંથી,
છું મજબૂર ક્યારે તું આ સમજીશ ..

માનું છું, કે છે આ ઈશ્ક આગનો એક દરિયો,
પણ છે જાત પર ભરોસો, કે સામે છેડે હું’ય તરીશ …

વાત ના કર, ભીની આંખે હસવાની તું,
નયનોમાં મારા .. સપના હું તારા ભરીશ ..