આજ તારી યાદમાં

ખોઉં નામો આજ તારી વાતમાં,
રોવુ પાછો આજ તારી યાદમાં.
નાશ થાતી પ્રેમગાથા આપણી,
જોવું ધામો આજ તારી આંખમાં.
પામવા આવ્યો હતો આજે તને,
જોડુ નાતો આજ તારી નાતમાં.
પ્રેમ મારો જાગતો તારી વચે,
ખોવું પાત્રો આજ તારી જાતમાં.
ના કરાયો પ્રેમ તારી વાતમાં,
રોઉં પાછો આજ તારી યાદમાં.
સંદિપ નાયી
(બલોલ-મહેસાણા)

મારું તું જ છે…

દર્પણ  મારું તુંજ છે,
વળગણ મારું તુંજ છે.
બચપણ મારું તુંજ છે,
ઘડપણ મારું તુંજ છે.
વ્યાપી છે મારામાં,
કણકણ મારું તુંજ છે.
વાંચું છું હું રોજે,
પ્રકરણ મારું તુંજ છે.
જીવું છું હું એથી,
કારણ મારું તુંજ છે!
સાચું કહું છુંં ‘કૌશલ’
સગપણ મારું તુંજ  છે.
કૌશલ સુથાર ‘આફરીન’
(ગામ-મુદરડા, જિ-મહેસાણા)

દુલ્હન

લજ્જાના ભારથી ઢળેલા તારા નયનો,
શ્યામ કેશમાં લગાવેલા સુગંિધત જૂઈના ફૂલો.
કંપતા આૃધરોનું તારુ રહસ્યમય સ્મિત,
ધક-ધકનું કર્ણ-પ્રિય સંગીત સંભળાવતુ તારુ નાજુક દિલ.
ઉષાની લાલિમા સાથે હરીફાઈ કરતી તારા ગાલોની લાલી,
આ દુલ્હન સર્વમાં લાગે છે અનોખી અને નિરાલી.
તારા ઝાંઝરનો ઝણકાર અને બંગડીઓનો રણકાર,
સમય નથી તારા પાસે સાંભળે જો તુ સહેલીની મીઠી ફરિયાદ.
ભરાઈ રહે પાલવ તારો દુનિયાની ધન-દૌલતથી,
બચાવે તને હમેશાં ઈશ્વર દુનિયાની બુરી નજરથી.
મહેકતો રહે તારો સંસાર જીવનના અંતિમ શ્વાસ સુધી,
પરાજિત થઈ પાછો ફરે દુઃખનો અંધકાર આવી તારા સુખના દ્વાર સુધી.
ન આવે તારી આંખોમાં આંસૂ લાચારીના,
હમેશાં મહેકતા રહે તારા જીવનમાં પુષ્પો ખુશ-હાલીના.
દુઃઆ દિલથી કરુ છુ હું સુખી થા જા ખુદા-હાફિઝ,
દુઃખી ન થા જોઈ હમારા આંસૂ, સુખી થા જા ખુદા-હાફિઝ.
ફિઝ્ઝા એમ. આરસીવાલા
(મુંબઈ)

રસમ

”નથી તું આંખો સામે,
તોયે યાદ તારી આવે !
રોજ સૂરજ ઊગે ને આથમે,
એમ જ ચૂક્યા વગર,
રોજ તારી યાદ આવે !
તારી તસ્વીરથી વાતો કરી લઉ,
ને મારા પર જ હું હસી લઉ !
જાતે જ પૂછુ સવાલો તને,
ને જાતે જ જવાબો દઉ તને !
સહિયર તો નિમિત્ત છે,
મારે તો શબ્દ બની કવિતારૃપે,
તારા અંતરમન સુધી પહોચવું છે !
તેથી તો પ્રિયે, તને કહું છું…
ભીતરમાં ભંડારેલી સંવેદનાઓને,
મનમાં પોષેલા સ્વપ્નાઓને,
તારા સુધી પહોંચવાની ‘સાવન’…
બસ ! એક, આ તો રસમ છે !”
ભાલચંદ્ર પ્રજાપતિ ”સાવન”
હડાદ (અંબાજી

તમારા કાજ…

વો કે અહીં ધરી છે ફૂલછાબ નયનની તમારા કાજ,
તાર હૃદયના છેડયા અમે કાપી તર્જની તમારા કાજ,
મહેકે છે પુષ્પો ને કોયલ પણ કરે કલશોર,
થંભી ગયો વાયરો પણ મળવા આજે તમારા કાજ,
એ જ છે તાપી કાંઠે હરિયાળી, બન્યા ખેતરો લીલાછમ,
આવો આ કાંઠે હવે, કે બની છે ભાગીદાર કૂદરત પણ પ્રેમની તમારા કાજ,
દેખી દૂરથી થતું મિલન આ ધરતી અંબરનું આજ,
આવી ગઈ મને યાદ એ વાતની સૌગાત આજ,
કરી વાયદો વિખૂટા થયા તમે આૃધવચમાં,
લૂંટાવી દીધું જીવન ‘રાહી’ છતાં અમે તમારા કાજ,
ઝૂમે છે વૃક્ષો પણ પવનમાં પ્યારમાં આજ,
પાંદડે પાંદડે જાણે ખિલ્યા છે તારલા તમારા કાજ,
સરીતા પણ કહેતી હોય, અવિરત પ્રેમ કરવા મને,
વમળો પણ બન્યા છે પાગલ તમારા કાજ.
રાકેશ એચ. વાઘેલા ‘રાહી’

કંઈક યાદ છે તને ?…

”સૂના” અતીત તણી ”કૃપા” યાદ છે મને,
સૂના-અતિતનો વિતેલો વખત, હજી યાદ છે મને.
એ પ્રથમ મિલન અને મુલાકાત યાદ છે મને,
આંખોથી થઈ હતી જે વાત આપણી યાદ છે મને.
અંતરથી મળતા નિરંતર, યાદ છે મને,
અંતર મધ્યે ધબકતા નિરંતર એ યાદ છે મને.
કૃપા પ્રણયની ગુલાબી મોસમ યાદ છે મને,
સૂના અતીતની મહેંકતી ફોરમ યાદ છે મને.
અતીત પ્રણયની કલ્પના પણ યાદ છે મને,
સાત જન્મોના સાથની ઝંખના યાદ છે મને.
અતિત કેરા પ્રણયની એક-એક ક્ષણ ઔયાદ છે મને,
સમય આને ભાગ્યની કસોટી પણ યાદ છે મને.
વફા કેરા સઘળા મુજ પ્રયત્નો યાદ છે મને,
પામી શક્યોના તુજ ને હું, એ યાદ છે મને.
પામવું ન પામવું, ભાગ્ય તણા એ લેખ છે,
કોઈ એક જન્મ તુજ સંગ-સંગ એ આશ છે મને!
”કૃપા જીવન” ”સૂના અતીત” કેમે ભૂલું તુજને?
”કૃપા-હૃદય” ધબકાર તું, એ યાદ છે મને.
સૂના હૃદયની વેદના ”સહિયર” તણો સંગાથ!
સૂના અતીત તણી ”કૃપા” કંઈક યાદ છે તને?…
કંઈક યાદ છે તને?…

એકલો છું…

જે નથી હું એમના સાથમાં કે નથી સંગાથમાં,
છતાં આજે એકલો છું જોઈને એમની વાટમાં.
આજે નથી હું એમના સમણામાં કે નથી ભ્રમણામાં,
છતાં આજે એકલો છું એમના સ્નેહનાં ઝરણામાં.
આજે નથી હું એમના ક્ષણમાં કે નથી મનમાં,
છતાં આજે એકલો છું મારા આ ઉપવનમાં.
આજે નથી એ ”ચાંદ” પુનમમાં કે નથી અમાસમાં,
છતાં આજે એ એકલો છે અંધકારમય આકાશમાં.
આજે નથી હું એમના મિતમાં કે નથી મિલનમાં,
છતાં આજે એકલો છું એમના સુના વિરહમાં.
આજે નથી હું એમના જીવમાં કે નથી જીવનમાં,
છતાં આજે એકલો છું એમની આવી રીતમાં.
પિપળીયા

બની પરી સદા તું સોહાય

લખતાં સૌંદર્ય પર તુજ તો,
સાગર પણ ખૂંટે સ્યાહીનો.
કાવ્યે નિરૃપું હું કંઈ રીતે?
શબ્દો પ્રશંસાના ખૂંટે સાહિત્યે.
છતાં ગાગરથી સાગર ઉલેચવાનો,
ભગીરથ પ્રયાસ એક કરી લઉં.
પ્રાતઃકાળે પંખી મધૂર કલરવે,
ગાય મીઠા તુજ રૃપ ગુણગાન.
રસપાન કરી સૌંદર્યનું તુજ,
નીત્ય સૂરજ સવાર બનાવે.
ઢળતી સંધ્યાના રંગોમાં પણ,
બની સાત રંગ તુ જ સમાય.
સમી સાંજે રજનીગંધા ફૂલે,
બની મ્હકે મંદ-મંદ તૂ મ્હેકાય.
નીરવ રજનીએ ચંદ્રકળશથી,
બની શીત ચાંદની તૂ ઢોળાય.
કલ-કલ વહેતા શીતળ ઝરણે,
બની મધૂર ગીત તૂ રેલાય.
અષાઢ મહીને ભરચોમાસે,
બની ઘટા ઘનઘોર તૂ ઘેરાય.
સવાર-સાંજ અને દિવસ-રાત,
બની પરી સદા તું સોહાય.
સૂરજ મકવાણા

એની કડવી યાદ મારા દિલની દવા બની ગઈ

”એની કડવી યાદ મારા દિલની દવા બની ગઈ
જીવનમાં એના વિના હવે એકલતા રહી ગઈ
એની સંગ વિતાવેલી પળો હવે સ્મૃતિ બની રહી ગઈ
એની હસતી છબી મારા મનની મુરત બની રહી ગઈ
એની ચાહત હવે મારા માટે અતીત બની રહી ગઈ
એની સાથેના મિલનની ઇચ્છા જોજનો દૂર રહી ગઈ
એની સાથેનો પ્રેમ હવે એક કથા બની રહી ગઈ
ઘણા પ્રયત્નો પછી પણ હું એને પામી ન શક્યો,
કદાચ ‘આબાદ’ના પ્રેમમાં કઈ કચાશ રહી ગઈ”
અસ્લમ મેમાન ‘આબાદ’

કચાશ રહી ગઈ

”એની કડવી યાદ મારા દિલની દવા બની ગઈ
જીવનમાં એના વિના હવે એકલતા રહી ગઈ
એની સંગ વિતાવેલી પળો હવે સ્મૃતિ બની રહી ગઈ
એની હસતી છબી મારા મનની મુરત બની રહી ગઈ
એની ચાહત હવે મારા માટે અતીત બની રહી ગઈ
એની સાથેના મિલનની ઇચ્છા જોજનો દૂર રહી ગઈ
એની સાથેનો પ્રેમ હવે એક કથા બની રહી ગઈ
ઘણા પ્રયત્નો પછી પણ હું એને પામી ન શક્યો,
કદાચ ‘આબાદ’ના પ્રેમમાં કઈ કચાશ રહી ગઈ”
અસ્લમ મેમાન ‘આબાદ’